Skip to main content

Featured

આણંદ જિલ્લામાં #SwachhataHiSeva અંતર્ગત સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી

 આણંદ જિલ્લામાં #SwachhataHiSeva  અંતર્ગત સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી

પેરુ ખાતે યોજાનાર જૂનિયર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં આણંદના આધ્યા અગ્રવાલ ૫૦ મીટર પ્રોન પોઝીશનમાં રાયફલ શૂટિંગમાં ભાગ લેશે

પેરુ ખાતે યોજાનાર જૂનિયર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં આણંદના આધ્યા અગ્રવાલ ૫૦ મીટર પ્રોન પોઝીશનમાં રાયફલ શૂટિંગમાં ભાગ લેશે
આણંદના આધ્યા અગ્રવાલ કે, જેમની પસંદગી પેરુ ખાતે યોજાનાર જૂનિયર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં રાયફલ શૂર્ટીંગ સ્પર્ધામાં ૫૦ મીટર ૩ પોઝીશન અને પ્રોન પોઝીશનમાં થઈ છે. તેમણે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે લોકોને શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતુ કે, સ્પોર્ટ્સ પ્રત્યેક વ્યક્તિના તંદુરસ્ત જીવનમાં અગત્યનો ફાળો છે અને સરકાર દ્વારા પણ રમત ગમતને પ્રાધાન્ય આપી ખેલ મહાકુંભ જેવા અભિયાનો શરૂ કરાવ્યા છે, જેના કારણે ગુજરાતના અનેક રમતવીરો ખેલ મહાકુંભના માધ્યમથી ખૂબ જ આગળ વધ્યા છે. નોંધનિય છે કે, આધ્યા અગ્રવાલ હોમ સાયન્સ કોલેજ, વિદ્યાનગર ખાતે બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને રાયફલ શૂટિંગમાં તેઓ હવે દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે ત્યારે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પેરુ ખાતે યોજાનાર જૂનિયર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ૫૦ મીટર પ્રોન પોઝીશનમાં રાયફલ શૂટિંગમાં ભાગ લેશે ******* આણંદના આધ્યા...

Posted by Info Anand GoG on Thursday, August 29, 2024

Comments