Skip to main content

Featured

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિકાના સર્વ...

ગુજરાત ક્રિકેટ એસોસિએશનની મહિલા સિનિયર ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી : આણંદના સિમરન પટેલ

ગુજરાત ક્રિકેટ એસોસિએશનની મહિલા સિનિયર ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી : આણંદના સિમરન પટેલ ****** ગુજરાત ક્રિકેટ એસોસિએશનની મહિલા સિનિયર ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી સિમરન પટેલ જેવો આણંદના વતની છે. ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલર તરિકે જાણીતા સિમરન પટેલે નેશનલ સ્પોટ્સ ડે ના દિવસે ગુજરાતના લોકોને શુભકામના પાઠવતા જણાવ્યું હતુ કે, સ્પોર્ટ્સને પોતાના જીવનમાં ઉતારી પોતે ફીટ રહી શકયા છે. ગુજરાત રાજયમાં આવી પડેલી કૃદરતી આપત્તિના સમયમાં તેઓએ અસરગ્રસ્ત લોકો પ્રત્યે સહાનૂભૂતિ વ્યક્ત કરી ગુજરાતવાસીઓને આ આપદાના સમયમાં સરકારની સૂચનાઓનું પાલન કરવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. ****

Comments