Skip to main content

Featured

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિકાના સર્વ...

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ બોરસદના રાસ ગામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ બોરસદના રાસ ગામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી આ મુલાકાતમાં જોડાયા આણંદ જિલ્લામાં ગતરોજ પડેલ ભારે વરસાદને કારણે ને ખાસ કરીને બોરસદ તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે જિલ્લાની મુલાકાતે આવેલા આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કાંસની સાફ સફાઈની બાબતને અગ્રીમતા આપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે અન્વયે કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આજે બોરસદ તાલુકાના રાસ ગામના નિચાણવાળા વિસ્તારો, અસરગ્રસ્ત લોકોની રૂબરૂ મુલાકાત કરી હતી. આ વેળાએ તેમની સાથે બોરસદના ધારાસભ્ય શ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી પણ જોડાયા હતા. કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે સંવાદ કરી તાલુકાઓમાં આવેલ વિવિધ કાંસની સિંચાઇ વિભાગ દ્વારા સત્વરે સાફ – સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.. તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકો સાથે સંવાદ કરીને પાણી ભરાવવાની સમસ્યાનું સત્વરે નિકાલ કરવાની હૈયાધારણા પણ આપી હતી. *****

Comments