Skip to main content

Featured

આણંદ જિલ્લામાં #SwachhataHiSeva અંતર્ગત સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી

 આણંદ જિલ્લામાં #SwachhataHiSeva  અંતર્ગત સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી

જિલ્લા અને તાલુકાની ટીમો દ્વારા વિવિધ ૨૭ જેટલા ગામોમાં કાંસ સફાઇની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ

આણંદ જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર એકશન મોડમાં જિલ્લા અને તાલુકાની ટીમો દ્વારા વિવિધ ૨૭ જેટલા ગામોમાં કાંસ સફાઇની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ
સમગ્ર આણંદ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિમાં કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાઇ રહેવાની સમસ્યા સર્જાતા જિલ્લાવાસીઓને આ સમસ્યા વેઠવી ન પડે તે હેતુથી જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના અન્વયે જિલ્લાના વિવિધ ગામોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરાયેલા પાણીના નિકાલ માટે ખાસ કરીને આણંદ જિલ્લામાંથી પસાર થતાં કાંસની સફાઈ અગ્રતા ધોરણે કરવામાં આવી રહી છે. જેમાં અંદાજિત ૪૫ કિ.મી. જેટલી લંબાઈના કાંસ વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવી છે. જિલ્લાના ૨૭ જેટલા ગામોમાં હાથ ધરવામાં આવેલ કાંસની આ સફાઈના કાર્યમાં ૦૬ હિટાચી મશીન, ૩૦ જેટલા જેસીબી મશીન, ૧૫ જેટલા ટ્રેક્ટર અને માનવ બળ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો જેવા કે, સોજીત્રા, નાપા, સિલવાઈ, પાળજ, આમોદ, નાર, વડદલા, કણીયા, રામોદડી, માનપુરા, શાહપુર, બાંધણી, વહેરા, રાસ, ઇસણાવ, વિરોલ, જોળ, ઉમરેઠ, બોચાસણ, પામોલ-બોરસદ, સિંગલાવ-બોરસદ, સિંહોલ, સંદેશર, દંતાલી, સાંસેજ, પેટલાદ અને ફાંગણી વિસ્તારોમાં કાંસમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા અને તાલુકાની ટીમો દ્વારા વહેલી સવારથી મોડી રાત સુધી કાંસની સાફ-સફાઇની કરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે, તેમ કાર્યપાલક ઈજનેરશ્રી સિંચાઇ વિભાગ, આણંદ દ્વારા જણાવાયું છે. *****

આણંદ જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર એકશન મોડમાં ******* જિલ્લા અને તાલુકાની ટીમો દ્વારા...

Posted by Info Anand GoG on Thursday, August 29, 2024

Comments